INTERNATIONAL

ઈઝરાયલે ઈરાનને આપી ચેતવણી, ‘હુમલાઓ બંધ નહીં થાય તો તેહરાનને તબાહ કરીશું…’

ઇરાને મિસાઇલ હુમલાના જવાબમાં ઇઝરાયલે તેહરાન પર હુમલો કર્યો અને ચેતવણી આપી કે જો હુમલા ચાલુ રહેશે તો તેહરાન સળગી જશે. ઇરાની હુમલામાં ત્રણ ઇઝરાયલીઓ માર્યા ગયા અને 70 ઘાયલ થયા.

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ઇઝરાયલી રક્ષામંત્રીએ ઇરાનને કડક ચેતવણી આપી છે કે જો તે ઇઝરાયલ પર મિસાઇલ હુમલા ચાલુ રાખશે તો તેહરાન સળગી જશે. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ઇઝરાયલ દ્વારા તેના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી ઠેકાણાઓ પરના ઇઝરાયલના હુમલાના જવાબમાં અનેક મિસાઇલો છોડવામાં આવી. IDF ના ચીફ ઓફ સ્ટાફ એયાલ ઝમીર, મોસાદના વડા ડેવિડ બાર્નીઆ અને અન્ય લશ્કરી અધિકારીઓ દ્વારા હાજરી આપેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાત્ઝે કહ્યું, ઈરાની સરમુખત્યાર પોતાના નાગરિકોને બંધક બનાવી રહ્યો છે અને એવી પરિસ્થિતિ બનાવી રહ્યો છે કે ખાસ કરીને તેહરાનના રહેવાસીઓને આની ભારે કિંમત ચૂકવવી પડશે.

કાત્ઝે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને સીધી ચેતવણી આપતા કહ્યું, જો ખામેનીએ ઈઝરાયલી નાગરિકો પર મિસાઈલ છોડવાનું ચાલુ રાખ્યું તો તેહરાન બળી જશે. IDF અનુસાર, ઈરાને ગઈ રાતથી અત્યાર સુધીમાં ઈઝરાયલ પર લગભગ 200 બેલિસ્ટિક મિસાઈલ છોડ્યા છે. આમાંથી મોટાભાગની ઇઝરાયલી હવાઈ સંરક્ષણ દ્વારા નાશ પામી હતી, પરંતુ લગભગ 25% મિસાઈલ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ અટકાવી શકાઈ ન હતી અને કેટલીક ખુલ્લી જગ્યાઓમાં પડી હતી. ઇઝરાયલી સેનાએ કહ્યું કે કેટલીક મિસાઈલ સંરક્ષણ પ્રણાલીને અવગણીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગઈ હતી, જેના કારણે તેલ અવીવ, રામત ગાન અને રિશોન લેઝિયન જેવા શહેરોમાં જાનમાલનું નુકસાન થયું હતું. આ હુમલાઓમાં ત્રણ ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે અને લગભગ 70 લોકો ઘાયલ થયા છે. જોકે, IDFએ કહ્યું કે તમામ લશ્કરી અને હવાઈ દળના થાણા સામાન્ય રીતે કાર્યરત છે.

શુક્રવારે ઈરાન દ્વારા લોન્ચ કરાયેલા 100 ડ્રોન ઉપરાંત રાત્રે ઘણા અન્ય ડ્રોન પણ છોડવામાં આવ્યા હતા, જેને ઇઝરાયલી હવાઈ દળ અને નૌકાદળ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. દરમિયાન IDF ચીફ એયાલ ઝમીર અને ઇઝરાયલી એરફોર્સ ચીફ ટોમર બારે કહ્યું કે, તેહરાન પહોંચવાનો રસ્તો હવે સ્પષ્ટ થઈ ગયો છે. સેનાએ કહ્યું કે હવે ઇઝરાયલી ફાઇટર પ્લેન પણ તેહરાનમાં કામ કરી શકે છે.

IDF કહે છે કે ઇઝરાયલી એરફોર્સે તેહરાનમાં ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો છે, જેના કારણે ઇઝરાયલી વિમાનોને હવે ત્યાં વધુ સ્વતંત્રતા મળી છે. અમે એક જ દિવસમાં સેંકડો લક્ષ્યોને નિશાન બનાવ્યા, જેમાં ડઝનબંધ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.

ઈરાન પર ઇઝરાયલી હુમલા પછી શરૂ થયેલા સંઘર્ષ વચ્ચે ઈરાને શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા. આ ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ અભિયાન હેઠળ તેહરાન દ્વારા કરવામાં આવ્યું છે.

ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ એ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી, આઇઆરજીસી ચીફ મેજર જનરલ હુસૈન સલામી અને આઇઆરજીસી એરોસ્પેસ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમીર અલી હાજીઝાદેહ સહિત અનેક ઈરાની અધિકારીઓની હત્યાનો બદલો છે.

Back to top button
error: Content is protected !!