INTERNATIONAL

એક જ રાતમાં ગાઝા પર ઈઝરાયલના 140 હુમલા, હમાસની અનેક ઈમારતો-હથિયારો નષ્ટ

ઈઝરાયેલી સેના IDFએ ફરી ગાઝામાં ભયાનક હુમલો કર્યો છે. સેનાએ છેલ્લા 24 કલાકમાં હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગેથી 140થી વધુ સ્થળો પર હુમલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. આઈડીએફએ કહ્યું કે, આતંકવાદી જૂથોની બિલ્ડિંગો, હથિયારના સંગ્રહ સ્થળે સહિત અનેક સ્થળે હુમલા કર્યા છે.

IDFની ત્રણ ડિવિઝનની ગ્રાઉન્ડ ટુકડીઓ ગાઝા સિટીમાં સતત આગળ વધી રહી છે. ઈઝરાયલી એર ફોર્સે હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા આશરે 140 ઠેકાણાં પર બોંબમારો કર્યો છે, જ્યારે ઈઝરાયલી નેવીએ ગાઝાના ઉત્તર ભાગમાં ગોળીબાર કરીને હથિયારના સંગ્રહ સ્થળ અને હમાસના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી બિલ્ડિંગને ટાર્ગેટ કરી છે. સેનાએ હમાસના આતંકીઓએ બિલ્ડિંગમાં છુપાવેલા બોંબનો વીડિયો પણ જાહેર કર્યો છે.

ઈઝરાયલી સેનાની ત્રણ ડિવિઝન ટુકડીએ ગાઝામાં સતત આગળ વધી રહી છે અને હુમલાઓ શરૂ કરી દીધા છે. IDFની 36મી ડિવિઝને હમાસ દ્વારા સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા અનેક બિલ્ડિંગનો ખાતમો બોલાવી દીધો છે, જ્યારે 98મી ડિવિઝને IDF પર બોંબમારો કરનાર હમાસના એક સભ્યને ઠાર કરી દીધો છે. આ ઉપરાંત આઈડીએફની 162મી ડિવિઝને હમાસના અનેક આતંકીઓને ઠાર કરી દીધા છે.

આઈડીએફે સ્પષ્ટ કહ્યું છે કે, હમાસ જેવા આતંકી જૂથો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખીશું. સેનાની ભૂમિ સેનાએ હમાસીઓ દ્વારા જાળ બિછાવાયેલ અનેક બોંબ નષ્ટ કરી દીધા છે અને આતંકીઓને ઠાર કર્યા છે. આઈડીએફે આતંકીઓને અટકાવવા માટે કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. તેણે એમ પણ કહ્યું છે કે, ગાઝામાં હાલત ગંભીર છે, રાહત કામગીરી વધુ ઝડપી બનાવવાની જરૂર છે.

Back to top button
error: Content is protected !!