INTERNATIONAL

ભારત અને ચીનમાં 2023માં સૌથી વધુ પ્રદૂષિત હવાના કારણે 20 લાખ લોકોના મોત : સ્ટેટ ઑફ ગ્લોબલ એર

ભારત અને ચીનમાં 2023માં સૌથી વધુ પ્રદૂષિત હવાના કારણે 20 લાખ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો વિશ્વની હવા પર રિસર્ચ કરનારી સંસ્થા સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, નાઈજિરિયા જેવા દેશોમાં પણ પ્રદૂષિત હવાના કારણે બે લાખ લોકોના મોત થયા છે.

સ્ટેટ ઑફ ગ્લોબલ એર રિપોર્ટ અનુસાર, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, મિસ્રમાં પણ પ્રદૂષણના કારણે સ્થિતિ ગંભીર છે. જ્યાં છેલ્લા એક વર્ષમાં એક લાખ લોકોનો મોત પ્રદૂષિત હવાના કારણે થયા છે. આ આંકડાઓ સાથે વિશ્વમાં અકાળે મોતનું બીજુ સૌથી મોટું કારણ પ્રદૂષિત હવા છે. પહેલું કારણ હાઇ બ્લડ પ્રેશર છે.

બોસ્ટન સ્થિત હેલ્થ ઇન્ફેક્ટસ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વની 36 ટકા વસ્તી પ્રદૂષિત હવાનો ભોગ બની છે. ડિમેન્શિયા જેવી બીમારી પણ તેના લીધે જ થઈ રહી છે. 2023માં પ્રદૂષિત હવાના કારણે સર્જાતી બીમારીઓના લીધે વિશ્વમાં 79 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે વિશ્વમાં દર આઠમાંથી એક મોત પ્રદૂષિત હવાના કારણે થઈ રહ્યું છે. વિશ્વના 49 લાખ લોકો હવામાં PM 2.5 વધતાં અનેક બીમારીઓનો ભોગ બન્યા છે. તેમાં પણ ગંભીર બીમારીઓના કારણે 28 લાખ લોકો ઘરની બહાર નીકળવા પણ સક્ષમ નથી.

સૌથી ખરાબ સ્થિતિ ભારત અને ચીનમાં છે. જ્યાં વિશ્વની સૌથી વધુ વસ્તી વસે છે. આ બંને દેશોમાં 2023માં 20-20 લાખ લોકોના મોત થયા છે. પ્રદૂષિત હવાના કારણે 90 ટકા મોત એકમાત્ર એશિયામાં થયા છે. સૌથી વધુ દયનીય સ્થિતિ નિમ્ન-મધ્યમ વર્ગના લોકોની છે. પ્રદૂષિત હવાના કારણે હાર્ટ અટેક, ડિમેન્શિયા, અને ડાયાબિટિસનું જોખમ વધ્યું છે. ફેફસા-દમની બીમારીથી પણ લોકો પીડાઈ રહ્યા છે.

25 ટકા હાર્ટ અટેક પ્રદૂષિત હવાના કારણે થઈ રહ્યા છે. 25 ટકા લોકો પ્રદૂષિત હવાના કારણે ડિમેન્શિયાનો ભોગ બની રહ્યા છે. ડાયાબિટિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ભારત, ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, બ્રાઝિલ અને અમુક આફ્રિકન દેશો પણ આ જોખમનો સામનો કરી રહ્યા છે. જંગલો ખતમ થતાં પ્રદૂષણમાં વધારો થયો છે.

Back to top button
error: Content is protected !!