INTERNATIONAL

ભારતીયોને લેબનોન છોડી દેવાનો આદેશ

લેબનોનમાં ભારતીય દૂતાવાસે બુધવારે મોડી રાત્રે તેના ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતીયોને તાબડતોબ દેશ છોડી દેવાની અને બહુ જરુર હોય તો જ દેશમાં રહેવાની અને તે પણ પૂરતી સાવધાની સાથે રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજધાની બેરુતમાં મોટી સંખ્યામાં ભારતીયો વસી રહ્યાં છે. ભારતીયોને દૂતાવાસના કોન્ટેક્ટમાં રહેવાની પણ તાકીદ કરાઈ છે. ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબર પણ જારી કર્યો છે.
બુધવારે ઈઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહ કમાન્ડર ફૌઆદ શુકરને મારી નાખવાનો દાવો કર્યો હતો. આ પહેલા તેહરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ તણાવ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે લેબનોનમાં હાલમા 4000થી વધુ ભારતીયો રહે છે અને યુદ્ધની સ્થિતિમાં તેઓ બુરી રીતે ફસાઈ શકે છે તેથી અગમચેતીના પગલાં તરીકે તેમને વેળાસર ચેતવી દેવાયાં છે.

Back to top button
error: Content is protected !!