INTERNATIONAL

ઈઝરાયલનો ગાઝા પર ફરી ભયાનક હુમલો, 93ના મોત

હમાસ સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલે ગાઝા પર ફરી ભયાનક હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 93 લોકોના મોત થયા હોવાના તેમજ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ એક પત્રકારે ઈન્ડોનેશિયન હૉસ્પિટલમાં 93 મૃતદેહોની ગણતરી થઈ હોવાની પુષ્ટી કરી છે. જ્યારે ઈજાગ્રસ્તો અને બચાવ કર્મચારીઓએ કહ્યું કે, અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે.

ઈઝરાયલે ગાઝા પર સતત ત્રીજા દિવસે ઘાતક હવાઈ હુમલા કર્યા છે. આ પહેલા તેણે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેર પર ગુરુવારે (15 મે) ભયાનક હુમલા કર્યા હતા, જેમાં 54 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બુધવારે (14 મે) ઉત્તર અને દક્ષિમ ગાઝામાં કરાયેલા હુમલામાં બે ડઝન બાળકો સહિત 70 લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સાત ઑક્ટોબર-2023ના રોજ હમાસે દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરી 1200 લોકોને મારી નાખ્યા હતા. જવાબમાં ઈઝરાયલ ગાઝામાં સતત લશ્કરી કાર્યવાહી કરી હમાસના આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 53,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂત થવું પડ્યું છે.

Back to top button
error: Content is protected !!