INTERNATIONAL

ઈરાની શહેર મીનાબમાં લાખો લોકોની ભીડે ઇઝરાયલી અને અમેરિકન હુમલામાં માર્યા ગયેલ 160 લાડલી પુત્રીઓને વિદાય આપી.

ઈરાનના શહેર મીનાબમાં મંગળવારે 160 છોકરીઓને દફનાવાઈ હતી. સફેદ કફનમાં લપેટાયેલી 160 દીકરીઓના મૃતદેહ અને કાળા પોશાક પહેરેલા તેમના રડતા માતા-પિતા જેઓ તેમને વિદાય આપવા આવ્યા હતા. 28 ફેબ્રુઆરીના ઇઝરાયલી હુમલામાં એક મિસાઇલ એક શાળા પર પડી જેના કારણે 160 નાની છોકરીઓ કાયમ માટે આ દુનિયાને છોડીને જતી રહી.

“તેઓ નાની છોકરીઓ હતી, જેમના નાના નાના સપનાઓ હતા. તેઓએ રંગીન પુસ્તકો મેઘધનુષ્યથી ભરતી હતી, મન પસંદ ગીતો ગાતી. પરંતુ આ હસતી-ખેલતી છોકરીઓને એક એવી નજર લાગી કે પલવારમાં બધુ તબાહ થઇ ગયું. ઇરાન પર છોડવામાં આવેલી એક ઇઝરાયલની મિસાઇલ સીધી સ્કુલ પર પડી અને બધુ તબાહ થઇ ગયુ.

મંગળવારે ઇઝરાયલી-અમેરિકન હવાઈ હુમલામાં માર્યા ગયેલા 160 દીકરીઓને ઈરાને વિદાય આપી. દૂતાવાસે ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક ખોદવામાં આવેલી 160 કબરોનો ફોટો પોસ્ટ કર્યો.

ઑસ્ટ્રિયામાં ઈરાની દૂતાવાસે આગળ લખ્યું, “એ નાની છોકરીઓ, જેમણે સુતા પહેલા બસ એક વધુ કહાની સાંભળવી હતી. હવે કબ્રની ઠંડી, ઘુટન ભરી ખામોશીમાં સુઇ ગઇ છે. તેમનું હાસ્ય, જે ગલિયારોમાં ગુંજતું હોવું જોઈએ, તે ગાયબ થઈ ગયું છે.”

https://help.twitter.com/en/twitter-for-websites-ads-info-and-privacy

iran-killed-in-israeli-attack

Back to top button
error: Content is protected !!