MORBI:મોરબીના લાલપર PHC ખાતે ડેન્ગ્યુ વિરોધી માસ અને વિશ્વ વસ્તી દીવસ ની ઉજવણી કરાઇ
MORBI:મોરબીના લાલપર PHC ખાતે ડેન્ગ્યુ વિરોધી માસ અને વિશ્વ વસ્તી દીવસ ની ઉજવણી કરાઇ
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.કે. શ્રીવાસ્તવ જીલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો. વિપુલ કારોલીયા ની સુચના મુજબ તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડો. રાહુલ કોટડીયા તેમજ લાલપર ના મેડીકલ ઓફીસર ડો. રાધિકાબેન વડાવીયા ના માર્ગદર્શન નીચે સુપરવાઇઝર દિપકભાઇ વ્યાસ અને બીનાબેન સનાવડા તથા તમામ PHC સ્ટાફ દ્રારા તમામ ગામો માં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી નકામા પાત્રોનો યોગ્ય નિકાલ,પોઝીટીવ પાત્રોમાં ટેમીફોસ દવા દ્રારા તેમજ સોર્સ રીડકશન કરવામાં આવેલ તેમજ વેક્ટર કંટ્રોલ ટીમ દ્રારા ખાડા ખાબોચીયા માં બળેલ ઓઇલ બોલ/ડાયફલ્યુબેન્ઝોન ૨૫% નો છંટકાવ કરવામાં આવ્યો છે.જુલાઇ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવેલ.
૧૧ મી જુલાઇ- ૨૦૨૫ વિશ્વ વસ્તી દીવસ ની ઉજવણી કરવામાં આવેલ “ માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય” જાગ્રુત રહો, જવાબદારી પુર્વક પરિવાર નિયોજન કરો ! કુટુંબ કલ્યાણ ની વિવિધ કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ વિશે આરોગ્ય શિક્ષણ જુથ ચર્ચાઓ, પત્રીકાઓ, સોશ્યલ મીડીયા દ્રારા પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ