
નરેશપરમાર.કરજણ,
દેરોલીમાં માતાના પ્રેમીને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારતો પુત્ર
કરજણ તાલુકાના દેરોલી ગામે માતાના પ્રેમીને પુત્ર એ લાકડી થી માર મારી હત્યા કરી
કરજણ તાલુકાના દેરોલી ગામે રહેતો કલ્પેશ કાંતિભાઈ વસાવા તેની પત્ની તથા માતા કમળાબેન સાથે રહે છે. તેના પિતાનું ચારેક વર્ષ પહેલા મરણ ગયેલ હતા. બાદ તેની માતા કુમળાબેન ઘરની બાજુમાં રહેતા મહેશ દેવીપૂજક સાથે ખેત મજૂરીએ જતા હતા. જેમાં બંનેને પ્રેમ સંબંધ બંધાયો હતો. એક વર્ષ પહેલાં આની જાણ પુત્રને થતાં આ બાબતે ઝઘડો થયો હતો. બાદ મહેશ દેવીપૂજકે કમળાબેન સાથે પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા.ત્યારબાદ ગત તા. ૯ના રોજ રાતના ફરી કલ્પેશ તેની પત્ની અને કમળાબેન સાથે મહેશ સાથે પ્રેમ સંબંધ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન રાત્રિના 11 વાગે મહેશ ઘરની બહાર સૂતો હતો ત્યારે કલ્પેશે મહેશના ગુપ્ત ભાગે તેમજ શરીરે દંડાથી માર માર્યો હતો. જેમાં મહેશનો પેશાબ બંધ થઈ જતાં મોડી રાત્રે તેનું મોત થયું હતું. પોલીસે કલ્પેશ સામે મર્ડરનો ગુનો નોંધ્યો છે



