સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ પાલનપુર ખાતે ગણેશ ચતુર્થી પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ
6 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી ને ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન મળ્યું છે. ભગવાન ગણેશના આશીર્વાદ વિના કોઈપણ શુભ કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે અને તેમના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે…. આ સંદર્ભે આજરોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ માં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. ભગવાન શ્રી ગણેશને ભાવતું ભોજન એવા મોતીચૂરના લાડુ અને મોદક નો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.. આ સાથે બાળકો નો ઉત્સાહ વધારતા ગણેશ જી નું ચિત્ર અને શ્લોક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ ગણપતિ બાપા મોરિયા ના નાદ થી આખું શાળાકીય વાતવરણ ભક્તિમય બનાવી દીધું હતું. સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઇંગ્લિશ મીડીયમના આચાર્ય હેતલબેન રાવલ અને સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.