INTERNATIONAL

આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટિવલ નોટો – ઇટાલી ખાતે ભારત તરફથી દિવ્યેશ વારા દ્વારા રંગોળી કલાની પ્રસ્તુતી કરાય

ફરી એકવાર ઇટાલી દેશ ખાતેથી રંગોળી માટે શહેરના આર્ટિસ્ટ દિવ્યેશ વારાને નિમંત્રણ મળતા તા. ૧૭ થી ૨૩ જુલાઇ ૨૦૨૪ દરમ્યાન યોજાનાર આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટિવલ નોટો – ઇટાલી ખાતે હાજર રહીને ૧૦૦ જેટલા દેશ વિદેશના આર્ટિસ્ટ સાથે ફેસ્ટીવલમાં ભાગ લઇને ભારતીય રંગોળી અને કલાને પ્રોમોટ કરવા માટેનો એક પ્રયાસ કર્યો.
યુરોપના દેશોમાં ઇટાલી દેશમાં આવેલ સીસીલી રીજનના નોટો શહેરમાં  તા. ૧૭ થી ૨૩ જુલાઇ ૨૦૨૪ દરમ્યાન ‌આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં અલગ – અલગ દેશો જેવા કે ભારત, બેલ્જીયમ, સ્પેન, મેક્સિકો અને ઇટાલીના જુદા – જુદા ૧૦ ગ્રુપમાં આશરે ૧૦૦ જેટલા કલાકારો દ્વારા ” કલા, સંસ્કૃતિ, ઇતીહાસ અને ધરોહર – હેરીટેજ”‌ વિષય પર અલગ – અલગ આર્ટ વર્ક પ્રેઝન્ટ કરવામાં આવેલ જેમાં ભારતમાંથી દિવ્યેશ વારાએ આંતરરાષ્ટ્રીય આર્ટ ફેસ્ટિવલમાં ભારતીય કલા રંગોળીમાં ” Love and Beauty Can Win the World” થીમ પર તાજમહલ અને ભારતીય નારીનુ ચિત્ર દર્શાવતી ૪*૪ મીટરની વિશાળ રંગોળી બનાવી ભારતીય કલાનુ પ્રેઝન્ટેન્શન કરેલુ. ‌
આ રંગોળીના માધ્યમથી ભારતના આગ્રા શહેરમાં આવેલ તાજમહલ કે જે પ્રેમના પ્રતિક તરીકે ઓળખાય છે તેમજ તેની કોતરણી જે શિલ્પકલાનુ એક ઉત્તમ ઉદાહરણ વિશ્વમાં પુરુ પાડે છે સાથે ભારતીય પરંપરામાં સ્ત્રીનુ મહત્વ તેમજ સ્ત્રીનો પારંપરિક પહેરવેશ જેમાં સાડી અને બીંદી તેમજ નથડી અને ભારતીય જ્વેલરી દ્વારા ભારતીય નારીનો ફેસ (‌ભરતમુની રચિત નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા નવ-રસમાં પણ ‌શૃંગાર રસને સૌથી પ્રથમ બતાવીને સુંદરતાનુ મહાત્મ્ય દર્શાવેલ છે.)‌ તેમજ મયુરપંખ દર્શાવીને ભારતીય ચિહ્નો અને ‌રંગોળીના માધ્યમની રજુ કરેલા. આમ, દિવ્યેશ વારા દ્વારા ” Love and Beauty Can Win the World ” વિષય ઉપર ભારતમાં કલા અને સંસ્કૃતિનુ મહત્વ તેમજ વિશ્વમાં ભારતની સંસ્કૃતિ – પરંપરા તેમજ શિલ્પકલાનુ મહત્વ રંગોળીના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવેલ હતુ.
૧૦૦ કલાકારોમાં માત્ર એક દિવ્યેશ વારા વેજીટેરીયન હોઇ રંગોળી સાથે ગુજરાતી તેમજ ભારતીય વેજીટેરીયનીઝ્મનો વિચાર પ્રસ્તુત થયેલ જેમાં ઇટાલીની કલ્ચરલ આર્ટ કમીટીના વાઇઝ – પ્રેસિડેન્ટ દ્વારા તેમના ઘરે ભોજનનુ નિમંત્રણ આપવામાં આવેલ જેમાં સંપુર્ણ શાકાહારી ભોજન (રાઇસ – પોટેટો પેટીસ – ટોમેટો ક્રશ તેમજ સોસ – અથાણા બ્રેડ અને ફ્રુટ)નો સમાવેશ કરવામાં આવેલ હતો તેમજ ઇટાલીમાં રોકાણ દરમ્યાન દિવ્યેશ વારાને સંપુર્ણ શાકાહારી ભોજન મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવેલ. આમ, ઇટાલીયન  કલ્ચરલ આર્ટ કમીટી દ્વારા ભારતીય પરંપરા અને વેજીટેરીયન વિચારને આવકાર આપીને તેમજ સન્માન આપીને “વિશ્વ એક કુટુંબ”ના વિચારને સાર્થક કરે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવેલ હતો.

Back to top button
error: Content is protected !!