INTERNATIONAL

સાઉદી અરેબિયાએ ભારત સહિત 14 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો

સાઉદી અરેબિયાની સરકારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત કુલ 14 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધો મૂક્યા છે. આ પ્રતિબંધ ટૂંકસમયમાં શરુ થનારી હજ યાત્રાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પવિત્ર હજ કરવા આવતાં યાત્રાળુઓને અગવડ ન પડે તે હેતુ સાથે 14 દેશોના લોકો પર અમુક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્રતિબંધ હજ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી જૂનના મધ્ય સુધી લાગુ રહેશે. નવી ગાઇડલાઇન્સ અનુસાર, ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વિઝા હાલ હજ પૂરતાં બંધ રહેશે. નોંધનીય છે કે, સાઉદી અરેબિયાએ આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટતા કરી નથી.

ઑથોરિટીએ જણાવ્યું હતું કે, આ પગલું યોગ્ય રજિસ્ટ્રેશન વિના હજ કરવા આવતાં લોકોને અટકાવવાનો છે. તેમજ યાત્રાળુઓને અગવડ ન પડે તે હેતુ સાથે વધુ પડતાં પ્રવાસીઓને અટકાવવાનો છે. ઘણા લોકો ઉમરાહ અને વિઝિટર વિઝા પર સાઉદી અરેબિયા આવી મક્કામાં હજ કરવા ગેરકાયદે રોકાણ કરતાં હોવાની ફરિયાદો મળી છે. જેને ધ્યાનમાં લેતાં વિઝા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઑથોરિટીને વિઝા નિયમોના કડક અમલીકરણ લાગુ કરવા આદેશ આપ્યો છે. જેથી હજ યાત્રાળુઓની સુરક્ષા તેમજ સુલભતાની ખાતરી કરી શકાય. નવા આદેશાનુસાર 13 એપ્રિલ સુધી ઉમરાહ વિઝા મળશે. ત્યારબાદ આ 14 દેશોના કોઈપણ શ્રદ્ધાળુને ઉમરાહના વિઝા મળશે નહીં.

નીચેની યાદી વાળા દેશો પર મૂકાયો ટ્રાવેલ પ્રતિબંધ

ભારત પાકિસ્તાન
બાંગ્લાદેશ ઈજિપ્ત
ઈન્ડોનેશિયા ઈરાક
નાઈજિરિયા જોર્ડન
અલ્જેરિયા સુદાન
ઈથોપિયા ટ્યુનિશિયા
યેમેન મોરોક્કો

 

Back to top button
error: Content is protected !!