GUJARATHALOLPANCHMAHAL

હાલોલ વી.એમ. સ્કૂલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામા પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૯.૧૨.૨૦૨૪

પૂર્વ સૈનિકો/દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતોની જાણકારી આપવાના હેતુથી પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતોનું સંમેલન હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ સ્થિત વી.એમ.ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે યોજાયું હતું.આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના અધિકારીએ પંચમહાલ જિલ્લાના પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનોને સંબોધતા જણાવ્યુ કે, માં ભોમની રક્ષા કાજે પોતાનુ જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો આ અવસર છે. યુવા પેઢી આ શહીદોને યાદ કરે તથા શહીદોના પરિવારજનોની વિટંબણા દૂર કરવાના પ્રયત્નો થાય, તો જ શહીદોને સાચી શ્રધ્ધાંજલી આપી ગણાશે. તેમણે આ તકે કેન્દ્ર/ રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ પૂર્વ સૈનિકોના પરિવારોના કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ પ્રારંભમાં સંમેલનમાં આવનાર સૌને આવકારી પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા દેશ કાજે પોતાનું જીવન હોમી દેનાર શહીદોના પરિવારો તેમજ પૂર્વ સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.સંમેલનની શરૂઆતમાં દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર દિવંગત સૈનિકોને સૌએ ઊભા થઈ બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.આ સંમેલનમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મામલતદાર, જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી ગોધરાના અધિકારી સુરજિત સિંધ રાઘવ, પોલીકેબ ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીના પ્રતિનિધિ, GIDC હાલોલના ઇંડસ્ટ્રીયલ એસોશીએશનના પ્રેસીડેન્ટ મુકેશ દેસાઇ,વીએમ સ્કૂલના સેક્રેટરી સમીરભાઈ શાહ સહિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસાટ કચેરીના કર્મીઓ તથા જિલ્લાના પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ અને સૈનિકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!