BHARUCHBHARUCH CITY / TALUKO

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ૧૪૬ દુકાનદારો – લારી ધારકોને સ્થળ ઉપર નોટીશ આપવામાં આવી.

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નગરપાલિકા ના ચીફ ઓફિસર કેશવલાલ કોલડીયા, સેનેટરી ઇન્સ્પેકટર રઘુવિરસિંહ મહીડા ની હાજરીમાં સેનીટેશન સુપરવાઈઝરઓ ની ટીમે દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો – લારી ધારકો, પાથરણા વાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ – ૧૯૬૩ ની કલમ – ૧૯૨ હેઠળ કુલ – ૧૪૬ ઇસમોને નોટીશ આપવામાં આવી. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના ભરૂચીનાકા થી એશીયાડ નગર સુધી ન મેઈન રોડ આવેલ દુકાનો તેમજ ચૌટાનાકા થી ગડખોલ જતા ઓવરબ્રિજ સુધી ના રોડ ઉપર આવેલ દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા અંગે, દુકાનમાં ફરજીયાત ડસ્ટબિન રાખવા બાબતે તેમજ ૧૨૦ માઇક્રોન થી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી. જો આ નોટીશ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળા આપેલ સુચનાઓનું પાલન કરવામાં ન આવશે તો નગરપાલિકાના સેનીટેશન સુપરવાઈઝર દ્વારા સ્થળ ઉપર દંડ (વહીવટી ચાર્જ) વસુલ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!