
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના રેલ્લાવાડા ખાતે સંઘ સાથે કૂતરો પણ અંબાજી પદયાત્રામાં જોવા મળ્યા
હાલ ભાદરવી પૂનમ નજીક આવિ રહિ છે માઇભકતો પગપાળા અંબાજી મંદિર ખાતે દર્શન માટે ચાલતા નીકળી રહ્યા છે રસ્તાઓ પર સંઘો એક પછી એક પ્રયાણ કરી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાનો સંઘ રેલ્લાવાડા ગામ ખાતે આવિ પોહ્ચ્યો હતો જેમાં માઇભક્તો સાથે પ્રાણીઓની પણ અંબાજી પદયાત્રા જૉવા મળી હતી જે મા મેઘરજના રેલ્લાવાડા ખાતે સંઘ સાથે કૂતરો પણ અંબાજી પદયાત્રા માં જોવા મળતા લોકો અચરજમાં પડ્યા હતા હાલ આ સંઘ એ ખાડોદી થી અંબાજી જઈ રહ્યો છે પદયાત્રિકો સાથે કૂતરા એ પણ યાત્રા શરૂ કરી છે છેલ્લા 3 વર્ષ થી ગામ ની સાથે કૂતરો પણ અંબાજી પદયાત્રા માં જોડાયા છે તેવુ જાણવા મળ્યું હતું અને કહ્યું હતું કે કૂતરાને અંબાજી સુધી દર્શન માટે આવશે આમ કૂતરા ની માતાજી પ્રત્યે અનોખી ભક્તિ થી સૌ કોઈને અચરજ પામ્યા હતા





