BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ બાર એસોસીએશનના પ્રમુખ સહિત કમિટી ની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન, બે પેનલ વચ્ચે જંગ…



સમીર પટેલ, ભરૂચ
ભરૃચ બાર એસોસિયેશન ના 853 સભ્યો …
ભરૃચ બાર એસોસીએશનની ચૂંટણી માટે નું ઉત્તેજના અને ઉત્સાહ ભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું..જેમાં બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.853 સભ્યો ધરાવતા ભરૃચ બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિત કમિટી મેમ્બર ની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.શાંતિભર્યા અને ઉતેજના સભર માહોલ માં યોજાયેલ ચૂંટણી માં સહકાર, અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથીપૂર્વ પ્રમુખ પધ્યુમલસિંહ સિંધા, તેમજ પરીવાર પેનલ ના સિપાઈ અજબખાન વચ્ચે જંગ ખેલાયો છે.ભરૃચ બાર એસોસિયેશન ના કુલ 853 સભ્યો મતદાન કરશે. જોકે પરિણામ પૂર્વે જ સહકાર પેનલ ના પ્રમુખ પદ ના ઉમેદવાર પધ્યુમલસિંહ સિંધા એ બાર કાઉન્સિલ ની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરશે તેમ કહ્યું હતું.




