MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બહાદુર ગઢ નજીક કારખાનામાં લોડરની હડફેટે શ્રમિક મહિલાનું મોત

MORBI:મોરબીના બહાદુર ગઢ નજીક કારખાનામાં લોડરની હડફેટે શ્રમિક મહિલાનું મોત

 

 

મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ નજીક આવેલ સ્વરા માઇક્રોન કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મંજુલાબેન લક્ષ્મણભાઇ લાલાભાઈ ગોદા પતિ સાથે ઉપરોક્ત કારખાનાના માટી વિભાગમાં છેલ્લા ત્રણ માસથી મજૂરી કામ કરે છે. ત્યારે ગત તા. ૦૫/૧૦ ના રોજ નિત્યક્રમ મુજબ મંજુલાબેન અને તેમના પતિ સવારથી કારખાનાના માટી વિભાગમાં મજૂરી કામે લાગી ગયા હોય ત્યારે બપોરના અરસામાં માટી ખાતામાં માટી ભરવાનું કામ માટે ચાલતા જ્હોનડિયર કંપનીનું લોડર રજી.નં. જીજે-૩૬-એએલ-૦૪૭૬ ના ચાલકે પોતાનું લોડર બેફિકરાઈથી રિવર્સમાં ચલાવતા તે દરમિયાન પાછળ પસાર થઈ રહેલા મંજુલાબેનને ઠોકરે ચડાવ્યા હતા. જેમાં લોડરનું તોતિંગ વ્હીલ મંજુલાબેનના માથા ઉપર ફરી વળતા તેમનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે ૧૦૮ મારફત મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતક મહિલાના પતિ લક્ષ્મણભાઇ લાલાભાઈ ગોદા ઉવ.૫૨ એ તાલુકા પોલીસ મથકમાં લોડર વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!