GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી યુવાનનું અપહરણ કર્યા બાદ બેફામ માર મારી હત્યા કરાઈ

MORBI:મોરબીમાં જુની અદાવતનો ખાર રાખી યુવાનનું અપહરણ કર્યા બાદ બેફામ માર મારી હત્યા કરાઈ
મોરબીના ઈન્દિરાનગર નગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા ઉ.23 નામના યુવાનનું ત્રાજપર ખારા પાટ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સાતથી આઠ શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા અને બાદમાં બેલા ગામ નજીક પુલ પાસે પથ્થર અને લાકડી વડે બેફામ મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ મૃતકના ભાઈને થતા ઇજાગ્રસ્ત રવીને સારવાર માટે મોરબી સિવિલ લાવતા હતા ત્યારે રસ્તામાં જ રવીનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં મોડીરાત્રે મૃતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકના પરિવારજનોએ જૂની અદાવતને કારણે હત્યાનો બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું.







