INTERNATIONAL

ટ્રમ્પે ઓટો સેક્ટરમાં 25 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે આ દિવસને લિબરેશન ડે તરીકે નામ આપ્યું છે. ટ્રમ્પે ઓટો સેક્ટરમાં 25 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે અમેરિકામાં નોકરીઓ અને કારખાનાઓ પાછા લાવવાની વાત કરી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે આ દિવસને લિબરેશન ડે તરીકે નામ આપ્યું છે. ટ્રમ્પે ઓટો સેક્ટરમાં 25 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે અમેરિકામાં નોકરીઓ અને કારખાનાઓને પરત લાવવાની વાત કરી છે. આ સાથે ટ્રમ્પે બધા દેશો પર અલગ અલગ ટેરિફ લાદવાની વાત કરી છે.

જેમાં ભારતમાંથી 26 ટકા, ચીનમાંથી 34 ટકા, યુરોપિયન યુનિયનમાંથી 20 ટકા, જાપાનમાંથી 24 ટકા, દક્ષિણ કોરિયાથી 25 ટકા, સ્વિટ્ઝર્લેન્ડથી 31 ટકા, યુનાઇટેડ કિંગડમથી 10 ટકા, તાઇવાનમાંથી 32 ટકા અને મલેશિયામાંથી 24 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ટેરિફ અન્ય દેશોની સરખામણીમાં અડધો હશે. તેમણે તમામ દેશો માટે 10 ટકા બેઝલાઇન ટેરિફ નક્કી કર્યો છે. મતલબ કે હવે કોઈપણ દેશ પાસેથી 10 ટકાથી ઓછો ટેરિફ વસૂલવામાં આવશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે આજથી ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જોકે તેમણે આ ટેરિફની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. નોકરીઓ અંગે, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ અમેરિકામાં ફેક્ટરીઓ અને નોકરીઓ પાછી લાવશે. તેમણે કહ્યું કે અમેરિકા લાંબા સમયથી વિદેશી રાષ્ટ્રો દ્વારા લૂંટાયેલું અને છેતરાયેલું છે. આપણા પડોશી અને દૂરના દેશોએ આપણી સંપત્તિ લૂંટી લીધી છે. અમેરિકન સ્ટીલ કામદારો, ખેડૂતો અને કારીગરો, જેમાંથી ઘણા અમારી સાથે છે, બધાએ આ સ્થિતિનો અનુભવ કર્યો છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ આજના દિવસને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું છે કે આ આર્થિક સ્વતંત્રતાનો દિવસ છે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનુ છે. પારસ્પરિક ટેરિફ દ્વારા, આપણે જે-તે દેશ સાથે એવો જ વ્યવહાર કરીશું, જે રીતે તેઓ આપણી સાથે કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને કહ્યું કે ‘જો તમે ઇચ્છો છો કે અમારા ટેરિફ તમારા માટે ઓછા થાય, તો પહેલા તમારા પોતાના ટેરિફ ઘટાડો.’ આ સાથે તેમણે કહ્યું કે જો તમે અમેરિકામાં તમારો ઉદ્યોગ સ્થાપો છો અને પ્રોડક્ટ તૈયાર કરો છો, તો કોઈ ટેરિફ વસૂલવામાં આવશે નહીં. ઘણી કંપનીઓ અમેરિકા પણ આવી રહી છે.

Back to top button
error: Content is protected !!