યુક્રેને મોસ્કો પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનના સૈન્ય ડ્રોને મોસ્કોમાં બે ઈમારતોને નિશાન બનાવી છે. જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. ખાસ વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હતી, તેમ છતાં રશિયા ડ્રોન હુમલાથી બચી શક્યું નથી. મોસ્કોના મેયરે જણાવ્યું કે આ હુમલો રાત્રે કરવામાં આવ્યો હતો જેમાં ઈમારતોને નુકસાન થયું હતું. મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે બંને ઓફિસ ટાવરને થોડું નુકસાન થયું છે, પરંતુ કોઈને ઈજા થઈ નથી.
આ હુમલા બાદ રશિયાએ મોસ્કોનું વનુકોવો એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અને અહીંથી આવતી ફ્લાઈટ્સને રીડાયરેક્ટ કરી છે. યુક્રેનિયન સરહદથી લગભગ 500 કિમી (310 માઇલ) દૂર સ્થિત મોસ્કો અને તેની આસપાસના પ્રદેશને યુક્રેનમાં સંઘર્ષ દરમિયાન ભાગ્યે જ ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.