
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તે અગાઉ ડાંગ જિલ્લામાં જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે સાંજના ૫:૦૦ વાગ્યાથી આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘ઓપરેશન શીલ્ડ અંતર્ગત મોકડ્રીલ’નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અભ્યાસમાં સ્વયંસેવક તરીકે જોડાવા માટે ડાંગ જિલ્લાના વધુમાં વધુ પ્રજાજનોને લિન્ક : https://civildefencewarriors.gov.in/civil_Registration.aspx માં પોતાનું રજિસ્ટ્રેશન કરીને સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્રે અપીલ કરી છે.
ઓપરેશન અભ્યાસનો મુખ્ય હેતુ, નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારી તથા કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય ત્યારે શું કરવું તેની જાગૃતિ માટે આવા ઓપરેશન અભ્યાસ હાથ ધરવામાં છે. જેમાં કોઈ પણ બનાવ બને ત્યારે બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી, ફસાયેલાં વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવતી હોય છે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૨૯ મે નાં રોજ જિલ્લાના મુખ્ય મથક આહવા, ટાઉન ખાતે સાંજના ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યાં સુધી ‘બ્લેક આઉટ’ કરવામાં આવશે. એટલે કે સમગ્ર ટાઉનમાં લાઈટ બંધ કરવામાં આવશે. જેમાં પોલીસની સાઈરન વાગે ત્યારે લોકોએ સ્વયંભુ લાઈટ બંધ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ સમય દરમિયાન લોકોએ ગભરાવાનાની જરૂર નથી તેમજ તંત્રને સહયોગ આપવાની પણ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
<span;>-



