GUJARATSABARKANTHA

હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રતનકંવર ગઢવી ચારણના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંગે બેઠક યોજાઇ

*હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી રતનકંવર ગઢવી ચારણના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંગે બેઠક યોજાઇ*
*****
*જિલ્લામાં ૧૭ ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂપિયા ૯૭.૯૫ લાખની સહાય મંજૂર કરાઇ*
********

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી રતનકંવર ગઢવી ચારણના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પાત્રતા ધરાવતી અરજીઓને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે.આ યોજના અંતર્ગત એપ્રિલ/જૂન ૨૦૨૪ પ્રથમ હપ્તા માટે પશુ નિભાવ સહાય માટે આઇ ખેડુત પોર્ટલ ઉપર કુલ ૧૭ સંસ્થાઓની અરજી મળી હતી. જે પૈકી સંસ્થાના પશુઓની સંખ્યા એક હજારથી વધુ હોય તેવી એક અરજી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિને નિર્ણય અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલવામાં આવી છે. જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પશુઓની સંખ્યા એક હજારથી ઓછી ધરાવતી કુલ ૧૬ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ચુકવણા અર્થે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. આમ કુલ ૩૫૮૮ પશુઓ માટે કુલ રૂપિયા ૯૭.૯૫ લાખ રૂપિયાની સહાય ૧૭ સંસ્થાઓને મળવાથી આર્થિક મદદ મળી રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડૉ. જનક બી પટેલ તેમજ જિલ્લા કક્ષાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!