BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિક સંવર્ગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી સ્વ.લાભુગીરી ગોસ્વામીજીની દયાપર (નવાગામ) પ્રા.શાળા, તા.ભચાઉ મધ્યે પ્રાર્થના સભા યોજાઇ.

20-ઓગષ્ટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિકના પાયાના પથ્થર સમાન રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સંનિષ્ઠ વરિષ્ઠ ઉપાધ્યક્ષ એવા શ્રી લાભુગીરી ગોસ્વામી (ભચાઉ) ની અચાનક તેમજ અણધારી વિદાયથી કચ્છના શિક્ષણ જગતમાં શોક નુ મોજું ફરી વળ્યુ છે. સ્વ. લાભુગીરી ગોસ્વામી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પ્રાથમિકના વરિષ્ઠ ઉપાધ્યક્ષની સાથે વિશ્વ હિન્દુ પરિષદના ધમૅ પ્રચાર પ્રસારના વાગડના સંયોજક તરીકે કાર્યરત હતા. તેમના નિધનથી કચ્છ ના શિક્ષણ જગતને કયારેય પૂર્ણ ન કરી શકાય એવી બહુ મોટી ખોટ પડી છે. વાગડ પંથકના શિક્ષણ, સેવા તેમજ સનાતન ધમૅના ભેખધારી એવા સ્વ. લાભુગીરી ને શ્રધ્ધાંજલી આપવા દયાપર (નવાગામ) પ્રા. શાળા, SMC પરિવાર તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ભચાઉ દ્વારા દયાપર (નવાગામ) પ્રા. શાળા મધ્યે પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મુળજીભાઈ ગઢવી (પ્રાંત અધ્યક્ષ),રમેશભાઈ ગાગલ (જિલ્લા મહામંત્રી) જખરાભાઈ કેરાશિયા (જિલ્લા સંગઠન મંત્રી),કાંતિભાઈ રોઝ (જિલ્લા સહ મંત્રી),ઉમેશભાઈ પટેલ(જિલ્લા સહ મંત્રી),વિજયભાઈ પંડ્યા (જિલ્લા સહ મંત્રી), અનિલભાઈ રાઠોડ (જિલ્લા સહ સંગઠન મંત્રી)ભરતભાઈ ભુરિયા (Htat જિલ્લા સંયોજક), હર્ષદભાઈ ચૌધરી (રાજય પ્રતિનિધિ), મયુરભાઈ પટેલ (અંજાર અધ્યક્ષ), રવીન્દ્રભાઈ પટેલ (ભચાઉ અધ્યક્ષ)પ્રભુભાઈ ઢીલા ( ભચાઉ મહામંત્રી) ચંદ્રેશભાઈ જોષી (ભચાઉ સંગઠન મંત્રી) રામચંદ્ર રાજગોર (ભચાઉ કોષાધ્યક્ષ) સંગીતાબેન પટેલ (ભચાઉ મહિલા ઉપાધ્યક્ષ) તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજર રહી શ્રધ્ધાંજલી આપેલ હતી. આ તકે સામાજિક અગ્રણી અરજણભાઇ રબારીએ ખાસ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ આપેલ હતી. ટી.પી.ઓ. શ્રી કૃપાલીબેન વાગડીયા તેમજ સિનિયર કલાર્ક હિતેષભાઈ ગોસ્વામીએ પણ એમની શૈક્ષણિક સેવાઓને યાદ કરી સ્મરણાંજલી આપેલ હતી. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના ઉપાધ્યક્ષ રૂપેશભાઇ સોલંકીએ પાઠવેલ શોક સંદેશ નુ સમગ્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ-કચ્છ ટીમ વતીથી ભરતભાઇ ભુરીયાએ વાંચન કરી ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!