JAMNAGAR CITY/ TALUKO

દિવ્યાંગોએ બનાવેલા પુષ્પગુચ્છથી મહેમાનોનું સન્માન— તે હતી સમારોહની વિશેષતા

સંસ્કૃતિ માનવ સેવા સંસ્થા દિવ્યાંગોને સ્વાવલંબી બનાવવા માંગે છે— ડૉ.રીતુસિંહ

 

 

પત્રકાર ભરત ભોગાયતા દ્વારા

 

 

સંસ્કૃતિ માનવ સેવા સંસ્થા, રામ હાઉસ, સુમંગલમ સોસાયટી, ડ્રાઈવિંગ સિનેમા સામે, થલતેજ, અમદાવાદ છેલ્લા તેર વર્ષોથી તમામ પ્રકારના દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત એક સેવા સંસ્થા છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્વાભિમાન અને સન્માન સાથે જીવનને યોગ્ય દિશા આપવાનો છે.

૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના ગણતંત્ર દિવસના શુભ અવસર પર, સંસ્થાના મુખ્ય મહેમાનો તરીકે આરપીઆઈ (રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોક ભટ્ટી,સીનિયર એડવોકેટ દિલીપ ભટ્ટ, જે નિવૃત્ત ન્યાયાધીશ પણ છે,તથા ધીરજ ભાટિયા, ઉપાધ્યક્ષ (આરપીઆઈ – રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય રામદાસ આઠવલે છે) હાજર રહ્યા હતા.આ શુભ અવસરે સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાએ તમામ દિવ્યાંગોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ સાથે બેગ ભેટ સ્વરૂપે આપ્યા.આ કાર્યક્રમમાં સંસ્થાની ટીમના સભ્યો ભાવિનભાઈ, વિક્રમ રાજપૂત, શ્યામૂ, કિરણ શર્મા, મંજૂલાબા, કમલેશ આન્ટી, પારુલ ગુપ્તા, સંસ્કૃતિ, ભાવિક, કીર્તિ, વિધિ, નામ્યા, અમિત, તેમજ માસ્ટર રામ, માસ્ટર વિહાન અને માત્ર પાંચ વર્ષનો માસ્ટર રામ હાજર રહ્યા હતા. માસ્ટર રામે અત્યંત સુંદર ગીતની રજૂઆત કરી, જેને જોઈ તમામ હાજર લોકો ભાવવિભોર થઈ ગયા હતાસંસ્કૃતિ માનવ સેવા સંસ્થા છેલ્લા તેર વર્ષોથી દિવ્યાંગ વ્યક્તિઓને હસ્તકલા ક્ષેત્રે કુશળ બનાવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સ્વાગત દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા બનાવાયેલા સુંદર પુષ્પગુચ્છોથી કરવામાં આવ્યું, જેને મહેમાનોએ ખૂબ પ્રશંસા કરી.મહેમાનઓએ આ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે જેટલું શક્ય હશે, તેટલું દિવ્યાંગ ભાઈ- બહેનોને રોજગારની તકો આપવામાં આવશે, જેથી તેઓ સમાજમાં સ્વાભિમાન અને સન્માન સાથે પોતાના પગ પર ઊભા રહી શકે અને તેમની કલાઓ દૂર-દૂર સુધી પહોંચે.
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાની ચેરપર્સન ડૉ. રિતુ સિંહ, જેમને તમામ દિવ્યાંગો પ્રત્યે વિશેષ લાગણી છે, તેઓ કોઈને પણ મજબૂરીમાં જીવતું જોવું નથી ઈચ્છતા. તેમના દ્વારા ચલાવવામાં આવતી ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત ‘સ્વદેશી અપનાવો’ની પ્રતિબદ્ધતાને તેઓ ખૂબ નિષ્ઠા અને મહેનત સાથે આગળ વધારી રહ્યા છે.
તેમનો પ્રયાસ છે કે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ અન્ય પર નિર્ભર ન રહે, પોતે શક્ય તેટલું કામ કરે અને સ્વાવલંબન સાથે પોતાના જીવનમાં આગળ વધે ,  અને સ્વાવલંબી બને તેવો ઉદેશ્ય હોવાનું જાણવા મળે છે

_______________________________

–રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi), Industrial relation & personnel management (dr. Rajendraprasad university-mumbai)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર- 361008

8758659878

bhogayatabharat@gmail.com

 

 

Back to top button
error: Content is protected !!