JETPUR

Rajkot: સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના ૩૫૦ જેટલા બાળકોએ કર્યા યોગ

તા.૨૧/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, તેમજ દિવ્યાંગ કલ્યાણ, બાળ કલ્યાણ, વૃધ્ધ કલ્યાણ અને ભિક્ષુક કલ્યાણ સંસ્થાના અંતેવાસીઓ તેમજ અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ અને CWC તેમજ JJB ના મેમ્બરશ્રીઓ પણ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજકોટ ખાતે યોગ કરવામાં આવ્યા હતા. જેમાં (૧) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ (૨) મનો દિવ્યાંગ બહેનોનુ નિવાસી ગૃહ (૩) ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર (૪) માનસિક ક્ષતિવાળા બાળકોનુ ગૃહ (૫) ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ (૬) કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંસ્થાના અંદાજિત ૩૫૦ જેટલા બાળકોએ એકસાથે મળીને યોગ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!