Rajkot: રાજકોટની સરકારી પોલીટેકનીક ખાતે NSIC દ્વારા ત્રિદિવસીય આંત્રપ્રીન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો શુભારંભ

તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની સરકારી પોલીટેકનીક અને નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) રાજકોટના સંયુક્ત ઉપક્રમે તથા જે.કે. મશીન ટુલ્સ તથા સોહમ ઈમ્પેક્ષના શ્રી પ્રકાશભાઈ પટેલ અને શ્રી નિકુંજભાઈ પટેલના આર્થિક સહયોગથી સરકારી પોલીટેકનીક ખાતે વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય આંત્રપ્રીન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રોગ્રામની શરૂઆત આચાર્યશ્રી ડૉ. એ. એસ. પંડ્યા દ્વારા શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી હતી. અને સંસ્થાના વુમન ડેવલપમેન્ટ સેલના કન્વીનર તથા ઇવેન્ટના કોઓર્ડીનેટર કુ. વી. એમ. પટેલ દ્વારા આભારવિધિ સાથે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા, વિવિધ અનુભવો તથા સલાહસૂત્રો સમજાવ્યા હતા. ત્યાર બાદ, NSIC રાજકોટના ભરતભાઈ ચૌહાણ દ્વારા ૧૫૧ વિદ્યાર્થીઓ માટે તાલીમસત્રની શરૂઆત કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એ.સી.પી.શ્રી બી.પી. જાદવ, રાજકોટના NSIC જનરલ મેનેજરશ્રી ઉપેન્દ્ર કોહલી, NSICના ચીફ મેનેજરશ્રી શુભાશિષ દાસ, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર શ્રી વાણીયા, કેમિકલ વિભાગના વડા શ્રી એ. ડી. સ્વામિનારાયણ અને વિવિધ વિભાગના વડાશ્રીઓ, વ્યાખ્યાતાઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






