JETPURRAJKOT CITY / TALUKO
Jetpur: ઉર્જા સંરક્ષણ અભિયાન ના ભાગરૂપે જેતપુર ખાતે પીજીવીસીએલ દ્વારા રેલી યોજાઈ.
તા.૯/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુર: પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ મહિના તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત આજે રાજ જેતપુર પીજીવીસીએલ દ્વારા લોકોને વીજળી બચત માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ તેમજ ઉર્જા કાર્યક્ષમ મહિના તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જેતપુર ખાતે પીજીવીસીએલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પીજીવીસીએલ જેતપુર કેમ્પસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સાથે ગાયત્રી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ વીજ બચત અને વીજ બિલ ઘટાડવા માટે તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરાયો હતો.





