JUNAGADH CITY / TALUKO

જૂનાગઢના ઉપરકોટ ખાતે હરઘર તિરંગા જન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજાઇ

જૂનાગઢના ઉપરકોટ ખાતે હરઘર તિરંગા જન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ૭૯ માં સ્વાતંત્ર સપ્તાહ અંતર્ગત જુનાગઢ જિલ્લામાં ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા અભિયાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી.
ઉપરકોટ ખાતે હરઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાયકલ રેલીમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાગરિકો જોડાયા હતા વંદે માતરમ ભારત માતાની જય ના નારા સાથે ઉપરકોટ પરિસરમાં દેશભક્તિમય માહોલ સાથે આ રેલી યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ હર ઘર તિરંગા, સ્વચ્છતા અને સાયકલિંગના મહત્વ વિશે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. સાયકલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ ખ્યાતિ પામનાર નાગરિકોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી મનીષ જીલડીયાએ સ્વાગત અને આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા, વિદ્યાર્થીઓ તથાં નાગરિકો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!