JUNAGADH CITY / TALUKO

જૂનાગઢને વિજ્ઞાન અને ટેકનોલોજીની ભવ્ય ભેટ: પ્લાસવા ખાતે ₹94.20 કરોડના ખર્ચે સાકાર થશે અત્યાધુનિક ‘રીજીયોનલ સાયન્સ સેન્ટર’

ધારાસભ્ય સંજય કોરડીયાના પ્રયત્નોથી જૂનાગઢના આંગણે 10 એકરમાં બનશે અત્યાધુનિક સાયન્સ સેન્ટર

ધારાસભ્ય સંજય કોરડીયાના પ્રયત્નોથી જૂનાગઢના આંગણે 10 એકરમાં બનશે અત્યાધુનિક સાયન્સ સેન્ટર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢના યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય અને વૈજ્ઞાનિક અભિગમને વેગ આપવા માટે અંદાજે ₹94.20 કરોડ ની માતબર રકમના ખર્ચે ‘રીજીયોનલ સાયન્સ સેન્ટર’ (RSC) ના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે.
જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજય કોરડીયાની રજૂઆતો અને સતત પ્રયત્નોને સફળતા મળી છે. આ સાયન્સ સેન્ટર જૂનાગઢના પ્લાસવા વિસ્તારમાં અંદાજે 10 એકર જેટલી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવશે. આ કેન્દ્રમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટ્સ, પ્રયોગશાળાઓ અને પ્રદર્શનોની વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સ્થાનિક બાળકો અને સંશોધકો માટે પાયાની જરૂરિયાત પૂરી પાડશે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ફાળવણી કરવા બદલ ધારાસભ્યશ્રી સંજય કોરડીયાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને વિજ્ઞાન તથા ટેકનોલોજી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
આ પ્રેસ યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સાયન્સ સેન્ટરના નિર્માણથી માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ પ્રવાસન ક્ષેત્રે પણ જૂનાગઢને એક નવી ઓળખ મળશે. આગામી સમયમાં આ સેન્ટર વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Back to top button
error: Content is protected !!