JUNAGADH CITY / TALUKO

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી,ભાવનગરના ભાઈઓ તથા બહેનોએ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી,ભાવનગરના ભાઈઓ તથા બહેનોએ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી,ભાવનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૦૬/૧૧/૨૦૨૫ થી તા.૧૫/૧૧/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી,ભાવનગર ના ભાઈઓ તથા બહેનો ૬૮, સ્વ ખર્ચે ૯ ભાઈઓ સહીત કુલ ૭૭ જેટલા ભાઈઓ તથા બહેનો એ તાલીમ લીધી હતી.
શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન પ્રો. જયસિંહ બી. ઝાલા , સ્પોર્ટસ કો ઓર્ડીનેટર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, સમાજશાસ્ત્ર ભવન , ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, સલીમ સીડા, સ્પોર્ટસ કન્સલ્ટન્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, કે. પી રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, SVIM, માઉન્ટ આબુના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ઈટાલીયા દ્રષ્ટી તથા ગોહિલ કિંજલબા એ કર્યુ હતુ. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત કે. પી રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, SVIM, માઉન્ટ આબુએ કર્યુ હતુ.
મુખ્ય મહેમાન પ્રો. જયસિંહ બી. ઝાલા એ જણાવ્યું આજના યુવા ધનને વ્યસન મુક્ત રહેવું જોઈએ તથા શારીરિક તથા માનસિક રીતે તંદુરત રહેવા માટે આવી સાહસિક શિબિરોમા વધુ ને વધુ જોડાવું જોઈએ અને બીજાને પણ આવી શિબિરમા જોડાવા માટે પ્રેરણા આપવી જોઈએ. કે. પી રાજપૂત, પૂર્વ પ્રિન્સિપાલ, SVIM, માઉન્ટ આબુ દ્વારા પર્વતારોહણની તાલીમ કેન્દ્રના શરૂઆતથી લઇ અત્યાર સુધી આ સંસ્થાના વિકાસ વિશે જાણકારી આપવામાં આવી હતી. અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારે કરી હતી. આ શિબિર મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટી ભાવનગર ના કુલપતિ પ્રો. ડૉ. બી. બી. રામાનુજ તથા શારીરિક શિક્ષણ નિયામક દિલીપ સિંહ ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં પ્રદીપકુમાર, પરેશ ચૌધરી, રોહિત વેગડ, કાનજી ધાપા, દશરથ પરમાર, પરેશ રાઠોડ,પિયુષ ભટ્ટ, અમીષા સોલંકીએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

Back to top button
error: Content is protected !!