AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાતની રંગભૂમિનું ગૌરવ એવા નાટ્યવિદ્ શ્રી રાજૂ બારોટનું કરાશે સન્માન

શ્રી રાજૂ બારોટની ૫૦ વર્ષની નાટ્યયાત્રાની ૮ સપ્ટેમ્બરના રોજ કરાશે ઉજવણી

સંગીત નાટ્ય અકાદમીના ઉપાધ્યક્ષ શ્રી જોરાવરસિંહ જાદવના હસ્તે રાજૂની રંગયાત્રા’ ડોક્યુમેન્ટરીનું લોન્ચિંગ અને સન્માન
અમદાવાદ :- ગુજરાતી રંગભૂમિના અદના નાટ્યવિદ્ એવા શ્રી રાજૂ બારોટે નાટ્ય ક્ષેત્રે ૫૦ વર્ષ સેવા કરીને બહુમુલુ ખેડાણ કર્યું છે.રાજૂ બારોટ ગુજરાતી નાટ્ય જગતને માઇલસ્ટોન નાટકો આપનાર નાટ્યવિદ્. જેઓ વર્ષ ૧૯૭૪ માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ન્યુ દિલ્હી ખાતે તાલીમ લેવા ગયા અને ભારતને એક કુશળ અભિનેતા, નિર્દેશક મળ્યા. આ પચાસ વર્ષની ઉજવણી ના ભાગરૂપે ગોષ્ઠિ શિર્ષક હેઠળ અનેક કાર્યક્રમ યોજ્યા બાદ ઉજવણીના અંતિમ ચરણમાં રાજૂ બારોટના સન્માન સમારંભનું આયોજન તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સાંજે ૮ કલાકે એચ. કે. ઓડિટોરિયમ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી જોરાવરસિંહ જાદવ, ઉપાધ્યક્ષશ્રી સંગીત નાટ્ય અકાદમી, દિલ્હી ઉપસ્થિત રહેશે અને તેઓશ્રીના કરકમલો દ્વારા શ્રી રાજૂ બારોટનું સન્માન થશે.
આ પ્રસંગે ‘રાજૂની રંગયાત્રા’ ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્ક્રીનીંગ કરાશે. સાથે જ સવિશેષ શ્રી મનુભાઈ પંચોળી રચિત પરિત્રાણ નાટકના દ્રશ્યનું મંચન થશે તથા ચાલીસ વર્ષ જૂના માનવીની ભવાઈ નાટકના દ્રશ્યનું મંચન તે જ કલાકારો રાજૂ બારોટ તથા દિપ્તી જોષી દ્વારા થશે. ગુજરાતી રંગભૂમિના આ અભૂતપૂર્વ પ્રસંગે આપ સૌ મિડિયા પ્રતિનિધીશ્રી ઉપસ્થિત રહેવા સાદર આમંત્રણ છે. આ કાર્યક્રમને સૌ સુધી પહોચાડવામાં મદદરૂપ થશો તેવી આશા છે.

Back to top button
error: Content is protected !!