JUNAGADH CITY / TALUKO

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત : ગાર્ડ ઓફ ઓનર અપાયું

સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને આવકારતા જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓ : મહાશિવરાત્રીના મેળામાં થશે સહભાગી

સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને આવકારતા જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓ : મહાશિવરાત્રીના મેળામાં થશે સહભાગી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ, તેમની સાથે જ પધારેલા સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓએ આવકાર્યા હતા.
જૂનાગઢમાં ભવનાથ ખાતે ગીરી તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં સહભાગી થવા પધારેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને જિલ્લા પોલીસ દ્વારા કેશોદ એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા, રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના મીણા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી જયકુમાર ત્રિવેદી, શ્રી વેલજીભાઈ મસાણી, શ્રી દામોદરભાઈ ચામુંડિયા, સહિતના પદાધિકારી- અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

Back to top button
error: Content is protected !!