જૂનાગઢ જિલ્લામાં ડોર ટુ ડોર હેલ્થ સર્વે : ૫.૩૧ લાખ લોકોને આવરી લેવાયા
છેલ્લા પાંચ દિવસમાં ૪૭૬ મેડિકલ કેમ્પ દ્વારા ૮૨૭૮ દર્દીને જરૂરી સારવાર અપાઈ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં ભારે વરસાદથી લોકોનું આરોગ્ય ન જોખમાય અને રોગચાળો ન વકરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ ડોર ટુ ડોર હેલ્થ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં જિલ્લાના ૫.૩૧ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત ૪૭૬ મેડિકલ કેમ્પ દ્વારા ૮૨૭૮ દર્દીને જરૂરી સારવાર આપવામાં આવી છે.




આ દોટ ડોર સર્વે દરમિયાન આરોગ્ય લક્ષી જનજાગૃતિની પણ કામગીરી કરવામાં આવી રહી છે, લોકોને સ્વચ્છ અને ક્લોરીનયુક્ત પાણી પીવા, ઝાડા ઉલટીના કેસમાં ઓઆરએસનો ઉપયોગ કરવા તથા વાસી અને બહારનો દૂષિત ખોરાક ન ખાવા સહિતની જરૂરી જાણકારીઓ આપવામાં આવી રહી છે.
ઉપરાંત મચ્છર નો ઉપદ્રવ ના વધે તે માટે આરોગ્ય કર્મીઓ દ્વારા પરા નાશક ની કામગીરી પણ કરવામાં આવી રહી છે.



