GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બોરુ ટર્નિંગ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે અને ડિવાઈડર ની વચ્ચે મોટા વાહનો ઉભા રાખી થતા દબાણો નો વિડીયો વાયરલ

 

તારીખ ૨૩/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પંથકમાં આજરોજ વાયરલ થયેલા વીડિયોની વિગતો મુજબ બોરુ ટર્નિંગ વિસ્તારમાં ગેરેજ રીપેરીંગ સંચાલકો દ્વારા આડેધડ ટ્રાફિકને અડચણ બને તે રીતે રીપેરીંગ ના વાહનો મૂકવામાં આવે છે જેના લીધે ડિવાઈડર તેમજ અવરજવરના રસ્તા ઉપર દબાણ થઈ રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં અકસ્માતો સર્જાય તેવી શક્યતાઓ છે. ડીવાઈડર ઉપર વાહનો રીપેરીંગ ના વાહનો ઉભા કરી દેવાનું રોજનું થઈ ગયેલ છે. વધુમાં આ રસ્તો ટ્રાફીક થી ભરપુર હોય છે અને હાઈવે ટચ હોવાથી ભારે વાહનવ્યહાર હોય છે વિડીઓ ના માધ્યમથી તંત્ર દ્વારા દબાણ કરતા વાહન ચાલકો અને ગેરેજ સંચાલકો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!