જુનાગઢ “એ” ડિવિઝન પોલીસ દ્વારા કેનાબીસ (ગાંજા) સાથે એક આરોપીની ધરપકડ : “Say No To Drugs” સૂત્રને સાર્થક કરતી કાર્યવાહી

જુનાગઢ “એ” ડિવિઝન પોલીસ દ્વારા કેનાબીસ (ગાંજા) સાથે એક આરોપીની ધરપકડ : “Say No To Drugs” સૂત્રને સાર્થક કરતી કાર્યવાહી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ વિરોધી ઝુંબેશને વેગ આપવામાં આવી રહ્યો છે. યુવાનો અને તેમના વાલીઓમાં જાગૃતિ લાવવા તથા સ્વસ્થ સમાજના નિર્માણના શુભ આશયથી ચલાવવામાં આવેલી આ ઝુંબેશ હેઠળ “Say No To Drugs” સૂત્રને સાર્થક કરવા ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે કડક કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવી છે.
આ અનુસંધાને, જુનાગઢ ડિવિઝનના ઈ.ચા.પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક રવીરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. પરમારની સૂચનાઓને અનુસરી, ગુન્હા નિવારણ શાખાના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયાને બાતમી મળી હતી કે, જુનાગઢના સુખનાથ ચોક, જમાલવાડી પીશોરી ફળિયા, મકરાણીના ડેલામાં રહેતો બોદુ રફીકભાઈ બ્લોચ મકરાણી પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે કેનાબીસ (ગાંજો) રાખી તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે, “એ” ડિવિઝન પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની જોગવાઈઓ મુજબ રેઇડ હાથ ધરી હતી. આ રેઇડ દરમિયાન આરોપી બોદુ રફીકભાઈ બ્લોચ મકરાણીના કબ્જામાંથી કુલ 956 ગ્રામ કેનાબીસ (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો. આરોપીની ધરપકડ કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(એ), અને 29 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.



