મેંદરડા સામાકાંઠા વિસ્તારમાંથી ૪૦ પાતાપ્રેમીઓને બે લાખ રોકડા સહિત રૂ.૧૯.૬૪ લાખના મુદામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

મેંદરડા સામાકાંઠા વિસ્તારમાંથી ૪૦ પાતાપ્રેમીઓને બે લાખ રોકડા સહિત રૂ.૧૯.૬૪ લાખના મુદામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ ક૨વા કડક હાથે કામ લેવા રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ સુચના આપવામા આવેલ હોય જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ. જે.જે.પટેલ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત વોચ તપાસમાં ૨હી પ્રોહી/જુગા૨ના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય. તે દ૨મ્યાન ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઈ નિકુલ એમ. પટેલ તથા પો.હેડ કોન્સ. જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ચેતન સિંહ સોલંકી, ભૂપત સિંહ સિસોદીયાને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, મેંદરડા, સામાકાંઠા વાડિ વિસ્તારમાં રહેતો લવ મહેશભાઈ સોલંકી પોતાના કબજા ભોગવટાના ખેત૨ના ગોડાઉને પોતે તથા ઉત્સવ હમીરભાઇ બાલાસરા બહારથી માણસોને બોલાવીને જૂગા૨ ૨મી ૨માડી અને નાલના રૂપીયા ઉઘરાવી ભાગીદારીમાં જુગા૨નો અખાડો ચલાવે છે. જે બાતમી હકિકત આધારે સ્થળથી એક કિ.મી. જેટલુ ચાલી આગળ જઈ વાળીને ફરતે કોર્ડન કરી રેઈડ ક૨તા જુગાર રમતા કુલ-૪૦ ઇસમોને રોકડ રૂ.૨,૦૧,૦૯૦/- સહિત અન્ય મુદામાલ મળી રૂ.૧૯,૬૪,૦૯૦/- સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.




