જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ કોર્પોરેટના પતિ સહિત ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ કોર્પોરેટના પતિ સહિત ૧૦ જુગારીઓને ઝડપી પાડ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : ક્રાઈમ બ્રાન્ચે જમાલવાડી વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પર સફળ દરોડો પાડી, ૧૦ ઇસમોને રોકડ રૂ. ૧૮,૭૪૦/- તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૭૦,૭૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પટેલની આગેવાની હેઠળની ટીમને ખાનગી બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, જમાલવાડીમાં રહેતા પૂર્વ કોર્પોરેટના પતિ વહાબ કુરેશી પોતાના મકાને જુગાર રમાડી રહ્યા છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પો . ઇન્સ. જે.જે. પટેલ, પો. સબ. ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી, એ.એસ.આઈ. નિકુલ એમ. પટેલ, પો. હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, જીતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા, પો. કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી, દિવ્યેશ ડાભી અને ડ્રાઇવર પો. કોન્સ્ટેબલ વરજાંગ બોરીચા ટીમે સદર જગ્યાએ દરોડો પાડ્યો અને જુગાર રમતા વહાબભાઈ અબ્દુલરજાક કુરેશી (ઉ.વ. ૬૦, વેપાર, જમાલવાડી), સરફરાજખાન બીસ્મીલાખાન પઠાણ (ઉ.વ. ૪૯, વેપાર, ધારાગઢ), શકીલ સુલેમાનભાઈ સમા (ઉ.વ. ૨૭, મજૂરી, જમાલવાડી), સમીરશાહ હબીબશાહ સર્વદી (ઉ.વ. ૨૭, મજૂરી, જમાલવાડી), સમીર કાસમભાઈ હીંગોરા (ઉ.વ. ૩૫, મજૂરી, જમાલવાડી), ઈરફાન ઈબ્રાહીમભાઈ કુરેશી (ઉ.વ. ૩૨, મજૂરી, કુંભારવાડા), ઈકબાલ મુસાભાઈ હિંગોરા (ઉ.વ. ૩૨, મજૂરી, જમાલવાડી), આદીલ ઈશાકભાઈ શેખ (ઉ.વ. ૩૨, મજૂરી, જમાલવાડી), અલ્તાફ ઈકબાલભાઈ સીડા (ઉ.વ. ૨૧, મજૂરી, જમાલવાડી), યુસુફ મુસાભાઈ ખેભર (ઉ.વ. ૫૨, વેપાર, જમાલવાડી) સહિત ૧૦ જુગારીઓને રોકડ રૂ. ૧૮,૭૪૦/- ૬ નંગ મોબાઇલ ફોન સહિત રૂ.૭૦,૭૪૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, જૂનાગઢ ખાતે જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



