જુગારનો અખાડો ચલાવી જુગાર રમતા ચાર મહીલા સહિત છ જુગારીઓને પકડી પાડતી જુનાગઢ”એ”ડીવીઝન પોલીસ

જુગારનો અખાડો ચલાવી જુગાર રમતા ચાર મહીલા સહિત છ જુગારીઓને પકડી પાડતી જુનાગઢ”એ”ડીવીઝન પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : જિલ્લા સહિત શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા.પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા રેન્જ આઈજી નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા દરેક પોલીસ સ્ટેશનોને સુચના કરેલ હોય.
જે અનુસંધાને ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક રવીરાજસિહ પરમારના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. આર.કે.પરમારની સુચના મુજબ “એ”ડીવી.પો.સ્ટે.ના ગુના નિવારણ પો.સ્ટાફના માણસો જુનાગઢ “એ”ડીવી.પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.ઇન્સ. આર.કે.પરમાર તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડાનાઓને સંયુકતમાં બાતમીદાર રાહે હકીકત મળેલ કે, જુનાગઢ ગેંડાગર રોડ રીધ્ધી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા ગોપાલસીહ રાયસીંહ સોલંકી પોતાના કબ્જા ભોગવટાના ભાડાના મકાનમા બહારથી માણસોને બોલાવી જુગાર રમી રમાડી રહ્યા છે. જે બાતમી આધારે પંચોને સાથે રાખી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.કે.પરમાર, એ.એસ.આઇ.બી.એ.રવૈયા, પંકજભાઇ સાગઠીયા, પો.હેડ.કોન્સ તેજલબેન સિંધવ, પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા, જીગ્નેશભાઇ શુકલ, જયેશભાઇ કરમટા, અજયસિંહ ચુડાસમા, નીતીનભાઇ હીરાણી, વિક્રમભાઇ છેલાણા, નરેંદ્રભાઇ બાલસ, જુવાનભાઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમી સ્થળે રેઇડ કરતા જુગાર રમતા ગોપાલસીહ રાયસીંહ સોલંકી, અનીલભાઇ માધવસીંહ સીસોદીયા સહિત ચાર મહીલાઓ જુગારીઓને રોકડા રૂ. ૧૫,૮૮૦/- તથા મો.ફોન મળી કુલ. રૂ-૨૫,૮૮૦/- સાથે પકડી પાડેલ અને તમામ મુદ્દામાલ કબ્જે કરી“એ”ડીવી પો.સ્ટે. જુનાગઢમા જુગાર ધારા કલમ ૪.૫ મુજબ ગુન્હો રજી.કરાવેલ છે.




