JUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષા બેડમિન્ટન સ્પર્ધામાં ગ્રામ્ય વિસ્તારના ૫૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લાકક્ષા બેડમિન્ટન સ્પર્ધામાં ગ્રામ્ય વિસ્તારના ૫૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI)૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લાકક્ષા બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન સીટી સ્પોર્ટ્સ ક્લબ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૫૦૦ થી વધુ વિક્રમી ખેલાડીઓએ ભાગ લઇ પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું.
આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે ખેલાડીઓ માટે જૂનાગઢ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે આધુનિક સુવિધાઓ સાથે રમતમય વાતાવરણ બની રહે અને રમતગમત ક્ષેત્રે જૂનાગઢ અને ગુજરાતનું નામ રોશન થાય તેવા પ્રયત્નો કરવા જણાવ્યુ હતુ. તેમજ ડો. એમ.પી તાળા, પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી દ્વારા બાળકોને રમત પ્રત્યે રૂચી કેળવાય અને તેમનો સર્વાંગી વિકાસ શક્ય બને એ માટે માર્ગદર્શન આપ્યું હતુ.
બેડમિન્ટન રમતના પ્રતિષ્ઠિત મહિલા ખેલાડી આરતીબેન મોઢવાડિયાને રાષ્ટ્રીયકક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ક્રીડા ભારતી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. એમ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!