જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૨૩ જુલાઈના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.૨૩ જુલાઈના ભરતી મેળો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ દાવત બેવરેજીસ પ્રા. લિમીટેડ મોવિયા, ગોંડલ, સ્પિન ક્રાફ્ટ ફાઉન્ડ્રી (સફલ ગ્રુપ) મુ.રીબડા રાજકોટ તથા ભારતિય જીવન વિમા નિગમ- જુનાગઢ બ્રાંચ ખાતે લેબ કેમીસ્ટ, ફ્રન્ટ-ડેસ્ક/બેક ઓફિસ એક્ઝ્યુકેટીવ, કમ્પ્યુટર ઓપરેટર, લાઇન/મેન્ટેનન્સ એન્જિનિયર, મશીન ઓપરેટર, ક્વાલિટી ઇન્સપેક્ટર, પ્રોડક્શન સુપરવાઇઝર, ઇલેક્ટ્રીશીયન, સીટી કરીયર એજન્ટ તથા વિમા સખીની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ બી.એસસી. (કેમીસ્ટ્રી/માઇક્રોબાયોલોજી), અન્ય સ્નાતક, ડિપ્લોમા, એચ.એસ.સી. કે આઇ.ટી.આઇ.ની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,-જૂનાગઢ દ્વારા ડો. સુભાષ યુનિવર્સીટી કેમ્પસ, ખામધ્રોળ રોડ, જૂનાગઢ ખાતે તા.૨૩/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.




