MALIYA (Miyana):માળીયા (મી.)ના બગસરા ગ્રામ પંચાયત તથા ચુંવાડીયા કોળી (ઠાકોર) સમાજ ના પ્રમુખ દ્વારા ધારાસભ્ય સમક્ષ સમસ્યા નો ઢગલો કર્યો
માળીયા (મી.)ના બગસરા ગ્રામ પંચાયત તથા ચુંવાડીયા કોળી (ઠાકોર) સમાજ ના પ્રમુખ દ્વારા કાન્તીલાલભાઈ અમૃતિયા ને બગસરા ગામ ની સમસ્યા નો ઢગલો કર્યો
માળીયા મી તાલુકાના આવેલું દરીયાકાંઠે અને છેવાળું ગામ બગસરા અનેક સમસ્યાઓ ને લઈ ને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત આવેદનપત્ર છેલ્લા ધણા વર્ષો થીયા ગામ ની પ્રાથમિક મુદ્દાઓ તથા રોજીરોટી અને આજીવિકા માટે અર્થાત મહેનત અને સતત રજુઆત પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આજ રોજ ધારાસભ્ય ક્ષી કાન્તીલાલ ભાઈ અમૃતિયા ને ગામ પંચાયત અને કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ તથા સમાજ ના અગ્રણીઓ ના સહયોગથી થી ગામ ની તમામ કરેલ રજૂઆતો નો નિકાલ કરવા લેખિત તેમજ મૌખિક કુલ ચાર અલગ અલગ રજૂઆત કરવામાં આવી જેમા મુખ્ય ગામ માં પીવાનું પાણી પુરતુ આવતું નથી તેમજ ભાવપરથી બગસરા ને જોડતો રસ્તા કરવામાં આવે અને બાળકો ને આગળ અભ્યાસ કરવા માટે શાળા ના સમયે એસ ટી બસ ની સુવિધા આપતા આવે અને અપુરતી વિજળી અને તેને લગતી કરેલ રજૂઆત કરી તથા આજ ના જમાનામાં ગામ માં મોબાઈલ ઈન્ટરનેટ ની પુરતિ સુવિધાઓ મળે તે માટે અને ગામ મા વિકાસ ના કામો ની ગ્રાન્ટ ફાળવવામાં આવે અને પંચાયત ની હદ માં આવતી સરકારી પડતર ખરાબાની જમીનો પર મીઠા ઉદ્યોગપતિ દ્વારા મંજુરી વગર ના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા અને છેલા 4 વર્ષ થી વધુ સમય થીયા મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામ ના સ્થાનિક લોકો ને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા માટે એક પરિવાર ને જમીન મળે તે માટે અને અરજીઓ દફતરે વારંવાર કરવામાં આવે છે અને માત્ર ઓવરલેપ બતાવી ને અમારી પુર્વ માપણી માન્ય રાખતા નથી જ્યારે સામે વગ ધરાવતા હોય અને પૈસાવાળી પાર્ટી હોય અને તંત્ર ને જાણી જોઈને મદત કરતી હોય અને કોક ના ઈસારે અમારા ગામ ના અરજદારો હેરાન પરેસાન અને સમય બરબાદ કરાવી રહ્યા છે અને તેમને અલગ અલગ નામ રાખી ને આવી અનેક પુર્વ માપણી કરાવી રાખી છે જેથી બીજા કોઈ નાનો માણસ કે સ્થાનિક ને ઓવરલેપ જમીન પર આવે જેથી જમીનો પર વાદ વિવાદમાં આવી ને સ્થાપિત અરજદારો ની અરજીઓ દફતરે કરી નાખેલ છે સરકાર ના પરિપત્રો અને તારીખ 18/07/2018 ઠરાવ મુજબ કોઈ એક સરકારી જમીન એક વ્યક્તિ કે કંપની ને મળે તો સામે અલગ અલગ નામ રાખી પુર્વ માપણી ની તપાસ કરવા અને સરકારી જમીન હુકમ કરતાં 3 ગણી જમીન પર કબજો જમાવ્યો છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા અને અમારા ગામ ના અગાઉ મળેલા હુકમો અને લીજો ધણા વર્ષો થીયા પુરા થય ગયા હોવા છતાં આજ ની તારીખે કબજા આજ પાર્ટી એ કરી રાખ્યા છે તે વિષે અનેક લેખીત રજુઆત કરવામાં આવી પણ કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી