હર ઘર તિરંગા અભિયાન અન્વયે જોશીપરા આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રધ્વજ રંગપૂરણી અને દેશભક્તિ ગીત ડાન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યુ
હર ઘર તિરંગા અભિયાન અન્વયે જોશીપરા આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રધ્વજ રંગપૂરણી અને દેશભક્તિ ગીત ડાન્સનું આયોજન હાથ ધરવામાં આવ્યુ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સમગ્ર દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા જોષીપરા આંગણવાડી કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજ રંગપૂરણી અને દેશભક્તિ ગીત ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૫ અનવ્યે જૂનાગઢની જોશીપરા, ગીરીરાજ – ૨ આંગણવાડી કેન્દ્ર ૯,૧૦ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
સરકાર દ્વારા નાગરિકોને તેમના ઘરે ભારતનું રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ છે. આ અભિયાનનો ઉદેશ નાગરિકોમાં દેશભક્તિની ઊંડી ભાવના જગાડવા અને આપણા રાષ્ટ્રની યાત્રા અને તેના નિર્માણમાં આપેલા અસંખ્ય યોગદાનનું સન્માન કરવાનો છે. આ સંદર્ભમાં ભારત સરકારે દેશભરમાં હરઘર તિરંગા ૨૦૨૫ અભિયાન અંતર્ગત સમુદાય સ્થળોએ તિરંગા રેલીઓ, સ્પર્ધાઓનું આયોજન વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહયા છે. જે અન્વયે જૂનાગઢની જોશીપરા, ગીરીરાજ – ૨ આંગણવાડી કેન્દ્ર ૯ ,૧૦ ખાતે બાળકો, સ્ટાફ, વાલી સાથે રાષ્ટ્રધ્વજ રંગપૂરણી અને દેશભક્તિ ગીત ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડીએચઈડબલ્યુ ટીમમાંથી કૃપાબેન ખુંટ, મીનાક્ષીબેન ડેર, ઓએસસી ટીમમાંથી હિરલબેન ખુંટ, આંગણવાડી કેન્દ્રો પર હેમાંગીબેન જોશી, ભાદરકા વનીતાબેન, ધાખડા રાજેશ્રીબેન, જોટંગીયા જાગૃતિબેન સહિતના હાજર રહ્યા હતા.