GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર અયુષ્યમાન આરોગ્ય મંદિર પિલવાઈ કોલવડા ખાતે દિલ્હી એન .એચ આર.સી ટીમ દ્વારા આયુષ્માન NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ કરાયું

દિલ્હી ની એન.એચ.આર સી. ટીમે પિલવાઈ કોલવડા આરોગ્ય કેન્દ્રો ની મુલાકાત કરી

વિજાપુર અયુષ્યમાન આરોગ્ય મંદિર પિલવાઈ કોલવડા ખાતે દિલ્હી એન .એચ આર.સી ટીમ દ્વારા આયુષ્માન NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ કરાયું

દિલ્હી ની એન.એચ.આર સી. ટીમે પિલવાઈ કોલવડા આરોગ્ય કેન્દ્રો ની મુલાકાત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઇ નાં આયુષ્માન આરોગ્ય મંદિર કોલવડા ખાતે
એન.એચ.આર.સી. ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી મહેસાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા નાં માર્ગદર્શન હેઠળ NQAS નેશનલ લેવલ એસેસમેન્ટ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર પિલવાઇ નાં આયુષ્માન આરોગ્ય મંદિર કોલવડા મુકામે શનિવારે નેશનલ લેવલના NQAS એસેસર ડો.ભવરલાલ દેવના તેમજ ડો.મમતા કોરાણી. દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું.હતું.આ આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર માં સગર્ભા માતાની પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સાર-સંભાળ ,નવજાત શિશુ અને એક વર્ષ થી નાના બાળક ની આરોગ્ય સંભાળ , રસીકરણ સહીત બાળ સંભાળ અને કિશોર અને કીશોર્રીઓને પુરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણ ને લગતી સેવાઓ તેમજ તેને લગતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીના ઉપચાર ,રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ નું સઘન સંચાલન જેમાં સંચારી અને રોગચાળા સંબધિત પ્રોગ્રામ ડાયાબીટીસ હાયપરટેન્શન કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ ડીસીઝ (બિન સંચારી) રોગોનું નિદાન તેમજ સારવારો અંગે ની માહિતી તેમજ રેકર્ડ રજીસ્ટર ચકાસણી કરવામાં આવી હતી. આયુષ્માન આરોગ્ય મંદિર કોલવડા મુકામે ક્વોલિટી મેડીકલ ઓફિસર ડો.રાહુલ ચૌધરી ,તાલુકા હેલ્થ ઓફિસર, ડો.ચેતન પ્રજાપતિ , મેડીકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર પિલવાઇ ડો વિજય પટેલ અને ડો તૃપ્તિ પટેલ તેમજ પ્રા.આ.કેન્દ્ર પિલવાઇ નો સ્ટાફ આયુષ્માન આરોગ્ય મંદિર કોલવડા નાં CHO અર્ચના પટેલ..ફિ.હે.વ ભારતીબેન .,મ.પ.હે.વ શૈલેષ પટેલ.,તેમજ તાલુકા નોડલ સી એચ ઓ સુમિત પટેલ આશા અને આશા એફ સહીત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!