મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ને સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંતરામપુરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું
અમીન કોઠારી મહીસાગર
વોટ ચોર ગાદી છોડ:
મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ને સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંતરામપુરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું
સંતરામપુર, નગરમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ સંતરામપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા “વોટ ચોર ગાદી છોડ” અભિયાન અંતર્ગત એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનું પ્રારંભિક સ્થળ સંતરામપુર એસ.ટી. બસ ડેપો હતું, જ્યાંથી રેલી નિકળી ને સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં વિહાર કરતાં રેલી બસ સ્ટેશન વિસ્તાર ખાતે પુર્ણ થઈ.
આ રેલીમાં મહીસાગર જિલ્લામાંથી તથા અન્ય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, વડીલ નાગરિકો, યુવાનો, બહેનો અને ગ્રામજનો જોડાયા હતા. રાષ્ટ્રીય અને રાજ્યસ્તરની નેતૃત્વ હેઠળ કોંગ્રેસ કાર્યકરો દ્વારા હાલની સરકારની જનવિરોધી નીતિઓ સામે નિર્દોષ જનતાની હક માટે આવાજ ઉઠાવાયો.
આ રેલીનો મુખ્ય હેતુ લોકશાહીને બચાવવો, વોટ ચોરી સામે જનતા માં જાગૃતિ લાવવી અને યોગ્ય નેતૃત્વ માટે આંદોલનશીલ થવાનું છે.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે પુણૅ થઈ હતી.