KESHOD

કેશોદ બ્રહ્માકુમારી દ્વારા ચાર દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

કેશોદ બ્રહ્માકુમારી દ્વારા ચાર દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ડીવાઇન એન્જલ સમર કેમ્પનું બ્રહ્માકુમારીઝ વિદ્યાલય કેશોદ દ્વારા વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેશોદ શહેરના 130 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો. વર્તમાન સમય સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં કલા, શક્તિ,  એકાગ્રતા અને સદગુણ નો વિકાસ થાય, પરીક્ષાના ભય અને તનાવ માંથી મુક્ત થાય એ માટે પરીક્ષા મિત્ર કોર્સ દ્વારા મોટીવેશન અને મેડીટેશન થી ઇનર પાવર ડેવલપ થાય એ માટે વિવિધ વિષયો જેવા કે બાળકો સ્વયં નિ આંતરિક શક્તિઓને જાણે અને તેના વિકાસ માટે જાગ્રત બને. મેડીટેશન દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેળવે સરળ જીવનશૈલી અપનાવે વિદ્યાર્થી જીવન ભાગ્ય નિર્માણની તક છે, અને સમયનું મહત્વ સમજે, વિવિધ યોગાસનો, પ્રાણાયામો અને બાળગીતો દ્વારા વિદ્યાર્થીઓ સ્વાસ્થય અને મનોરંજન મેળવે એ માટે વિવિધ અનુભવી વક્તાઓ દ્વારા તેમજ મોટીવેશનલ સ્ટોરી વીડીયો જીવનલક્ષી મૂલ્યોને ઉપર ઉઠાવતી એક્ટિવિટી ઓ દ્વારા બાળકોનું સર્વાંગી વિકાસ થાય એ હેતુથી ડિવાઇન એન્જલ્સ સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવેલું હતું. બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય એ માટે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા જુલાઈ માસથી દર રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી વિશેષ બાળકોનો ક્લાસ રાખવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!