LAKHPAT

માતાના મઢ : ખાટલા ભવાની મંદિરના પૂજારીને ૩.૬૮૦ કિલો ગાંજા સાથે એસઓજીએ પકડી પાડ્યો

લખપત : પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી પરાથી માતાનામઢ પાસે આવેલા ડુંગર પર ખાટલા ભવાની માતાજીના મંદિરના પરીસરમાં માદક પદાર્થ ગાંજાના ચાર છોડ ૩.૬૮૦ કિલોગ્રામ કિંમત રૃપિયા ૩૬,૮૦૦ તેમજ ૩ હજારના મોબાઇલ મળીને કુલે રૃપિયા ૩૯,૮૦૦ના મુદામાલ સાથે મહેસાણાના પુજારીને ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મહેસાણા જિલ્લાના વિજાપુરના હાલ માતાનામઢ પાસે આવેલા ડુંગર પર ખાટલા ભવાની મંદિરની પુજા અર્ચના કરતા પુજારી ચિંતનકુમાર ઇન્દ્રકુમાર પટેલ (ઉ.વ.૩૪) પોતાના અંગત વપરાશ માટે મંદિરના પરીસરમાં ગાંજાનું વાવેતર કરતો હોવાની એસઓજીને બાતમી મળતાં ગુરૃવારે રાત્રે ટીમે સૃથળ પર દરોડો પાડી તપાસ કરતાં મંદિરના પરીસરમાંથી ગાંજાના ચાર છોડ જેનું વજન ૩.૬૮૦ કિંમત રૃપિયા ૩૬,૮૦૦ મળી આવ્યા હતા. પુજારીને ગાંજાના છોડ તેમજ ત્રણ હજારના મોબાઇલ સાથે અટકાયત કરીને તેમના વિરુદ્ધ દયાપર પોલીસ માથકે એનડીપીએસનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!