માલપુર : સાબરડેરી દ્વારા માલપુર ખાતે અમૂલ પાર્લર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : સાબરડેરી દ્વારા માલપુર ખાતે અમૂલ પાર્લર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
માલપુર ખાતે સાબરડેરી દ્વારા નવીન અમુલ પાર્લર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમાં માલપુર બાયડ ના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરી ના ડિરેક્ટર જશુભાઈ પટેલ , સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે , એચ આર ડી મેનેજર એન એલ પટેલ , માલપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નિશ્ચલભાઈ જે પટેલ, માલપુર નાગરિક બેંકના ચેરમેન મિતુલભાઈ આર મહેતા ,MPO વિભાગ ના મેનેજર અને FO માર્કેટિંગ ના કર્મચારી મિત્રો, માલપુર વેટેનરી સ્ટાફ મિત્રો ની હાજરી માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ ઉપરાંત માલપુર ગામ ના વેપારી મિત્રો ભાઈઓ ખુબ મોટી સંખ્યા હાજર રહી નવીન અમૂલ પાર્લર સાહસ ને વધાવી લીધું અને આનંદ ની લાગણી સાથે શુભેચ્છાઓ આપી..હવે અમૂલ પાર્લર શરૂ કરતા લોકો ને અમૂલ ની આઈસ્ક્રીમ દૂધ ઘી છાશ ચોકલેટ શિખંડ પનીર જેવી દૂધ ની બનાવટો ની ચીજ વસ્તુઓ શુધ મળી રહેશે




