MALPUR
માલપુરના વાવડી ગામના યશ પટેલે inicet પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલ પર 17મો રેન્ક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું.
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુરના વાવડી ગામના યશ પટેલે inicet પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલ પર 17મો રેન્ક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું.
યશકુમાર પ્રવિણભાઈ પટેલ હાલ અમદાવાદની મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ પૂર્ણ કરી AIIMS PG માટે પ્રવેશ મેળવવા માટે ચાલુ વર્ષે મે-2025 માં પરીક્ષા આપી હતી.દેશભરના આશરે 89,000 એમ.બી. બી.એસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં યશ પટેલે સમગ્ર ભારતમાં 17મા રેન્ક પ્રાપ્ત કરી કોલેજમાં બીજો નંબર મળ્યો છે. આ સફળતા બદલ યશ પટેલે તેમના માતા-પિતા,પરિવારજનો, મિત્રો, મારા પ્રોફેસરો તેમજ મ સિનિયર્સ અને જુનિયર્સનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. યશ પટેલે પરિવાર,માલપુર લેઉવા પટેલ સમાજ સહિત અરવલ્લી જિલ્લાનું ગૌરવ અપાવનાર ને શુભેચ્છકો એ શુભેચ્છાઓ પાઠવી હતી.