MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ફર્લો સ્ક્વોડ ટીમે ઝડપી લીધો

MORBI:મોરબી પ્રોહીબીશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ફર્લો સ્ક્વોડ ટીમે ઝડપી લીધો
મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે રવિરાજ ચોકડી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે, હાલ આરોપીને હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકમાં સોંપી આપવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળી કે તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશનના કેસનો ફરાર આરોપી શબીર કાસમભાઈ જામ ધ્રાંગધ્રાવાળો હાલ રવિરાજ ચોકડી ખાતે આવેલ હોય જેથી તુરંત પેરોલ ફરલી સ્ક્વોડ ટીમ બાતમીની જગ્યાએ તપાસ માટે જતા સ્થળ ઉપરથી આરોપી શબીરભાઈ કાસમભાઈ જામ ઉવ.૩૯ રહે. ધ્રાંગધ્રા બિંદી ગેસની બાજુમાં જી.સુરેન્દ્રનગરવાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ મથકે ઘટિત કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.











