મેઘરજના માલપુર રોડ પર વીજપોલ ધરાશાયી થયો, પુલનું કામ શરૂ હોવાથી વેઠ વારુ ડાઈવર્ઝન હોવાથી વાહન ચાલકોને ને પણ મુશ્કેલી
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના માલપુર રોડ પર વીજપોલ ધરાશાયી થયો, પુલનું કામ શરૂ હોવાથી વેઠ વારુ ડાઈવર્ઝન હોવાથી વાહન ચાલકોને ને પણ મુશ્કેલી
મેઘરજ માલપુર રોડ પર મામલતદાર કચેરી પાસે પુલનું કામ શરૂ કરાયું છે જેના કારણે ત્યાં ડાઇવર્ઝ આપવામાં આવ્યું પરંતુ કોન્ટ્રાકટર ધ્વારા વેઠ વારુ ડાઈવર્ઝન આપ્યું હોય તેવો ઘાટ છે કારણ કે ત્યાં રસ્તા પર સ્કૂલ પણ આવેલી છે અને ડાઈવર્ઝન માત્ર સિંગલ રસ્તા વારુ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે અહીં મેઘરજ માલપુર રોડ પર મોડીરાત્રે કોઈ વાહન ચાલકે અડફેટે લેતાં વીજપોલ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે વીજપોલ ધરાશાય થતા રોડની વચ્ચે વિજ – વાયરો મોટી જાનહાનિ સર્જી શકે છે તેવો ઘાટ છે આ બાબતે ઘટના થી વીજતંત્ર અજાણ છે કે શું એ મોટો પ્રશ્ન છે વીજપોલ નમી પડતા રોડની બંને બાજુ મોટા વાહનોની કતાર લાગી હતી આ બાબતે મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ ..? હાલ સ્કૂલો ચાલુ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે જે તે જવાબદાર તંત્ર ધ્વારા ઝડપથી કાર્યવાહી કરી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે