મેઘરજ નગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,પંચવટી સોસાયટી માં ગટર લાઇન લિકેઝ પાણી રસ્તા પર ફરી વળ્યાં

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,પંચવટી સોસાયટી માં ગટર લાઇન લિકેઝ પાણી રસ્તા પર ફરી વળ્યાં
મેઘરજ શહેર અવનવી ચર્ચાઓ થી વાકેફ છે. અને રોજ કંઈકને કંઈક નવી ઘટના સામે આવતી હોય છે જેમાં ખાસ કરીને મેઘરજ ગ્રામપંચાયત ની બેદરકારીઓ દિવસે ને દિવસે વધતી હોય તો નવાઈ નહિ. ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી હોય તેવી ઘટના બની છે. મેઘરજ પંચવટી સોસાયટીમાં એકાએક ગટર લાઇન લીકેજ થતા ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં છે પાણી ફરી વળતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ હોય તેવો ઘાટ જોવા મળ્યો છે આખી સોસાયટી માં તળાવ ભરાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિક તંત્ર ની ગોર બેદરકારી સામે આવી છે રસ્તા પર પાણી ભરાતા આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વાળો આવ્યો છે ઝડપથી લીકેજ થયેલ ગટરલાઈનની કામગીરી હાથ ધરવામા આવે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે





